ગોંડલ યાર્ડમાં મરચાંની ભરપૂર આવક

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની હરાજીમાં બારદાનનાં 500 થી 800 ગ્રામ વજનના કપાતનાં મુદ્દે ખેડૂતોએ વિરોધ કરી મરચાની હરાજી છેલ્લા આઠ દિવસથી અટકાવી હતી.પરંતુ કેટલાક ખેડૂતોએ કપાતનો સ્વિકાર કરી મરચાની હરાજીમાં ભાગ લીધો હતો , તો બીજી બાજુ કપાતનો વિરોધ દર્શાવી અન્ય ખેડૂતો મરચાની હરાજીથી દૂર રહ્યા હતા.

આમ મરચા માટે પ્રખ્યાત ગોંડલ યાર્ડ માં બારદાન કપાતનો મુદ્દો અધ્ધરતાલ રહેવા પામ્યો છે. કપાત અંગે યાર્ડનાં ચેરમેન અલ્પેશ ઢોલરીયા આઠ દિવસથી આ વિવાદ હોવા છતાં કોઇ નક્કર નિર્ણય લાવી શકયા નથી.

તો આપનાં જીગીશા પટેલનો વિરોધ પણ કોઇ અસર બતાવી શકયો નથી.યોગ્ય સમય મર્યાદા માં ખેડૂતો પોતાનાં મરચાનું વેચાણ કરી શક્યા ન હોય ખેડૂતો માટે વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. બીજી તરફ દિવાળીના તહેવારો નજીક આવી ગયા છે.

આથી અમુક ખેડૂત જલદી પોતાના પૈસા છૂટા થાય તે માટે કપાત સ્વીકારીને આગળ વધી રહ્યા છે. અમુક ખેડૂતોએ હરાજીમાં ભાગ લીધો હતો, જણસી વેચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *