‘દિવાળી પર ફટાકડા ફોડવા દેશવિરોધી…’

એક્ટ્રેસ આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને દિવાળીએ ફટાકડા ફોડવાને દેશવિરોધી ગણાવ્યું છે. મંગળવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને તેમણે તેને આરોગ્ય અને જીવન સાથેનો ખેલ ગણાવ્યો હતો.

તેમણે લખ્યું કે પ્રદૂષણને કારણે નાના બાળકો બીમાર પડી રહ્યા છે અને શાળાએ જઈ શકતા નથી. વિવાદની શક્યતાને ધ્યાનમાં રાખીને સોની રાઝદાને પોતાની આ પોસ્ટ પર કમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે.

તેમનું આ નિવેદન બોમ્બે હાઈકોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને દિયા મિર્ઝાનો પ્રદૂષણમુક્ત દિવાળીનો વીડિયો ફરી અપલોડ કરવાનો આદેશ આપ્યા બાદ આવ્યું છે.

સોની રાઝદાને લખ્યું કે નાના બાળકોના માતા-પિતા જ જાણે છે કે વાયુ પ્રદૂષણને કારણે તેમના બાળકો કેટલી મુશ્કેલી વેઠે છે અને બીમારીના કારણે તેમના શાળાના કેટલા દિવસો છૂટી જાય છે.

તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં જો કોઈ એવું કહે કે દિવાળીએ એક પણ ફટાકડો ફોડવો યોગ્ય છે, તો આ વાત જીવન વિરુદ્ધ, સ્વાસ્થ્ય વિરુદ્ધ અને દેશ વિરુદ્ધ લાગે છે. તેમણે લોકોને પોતાના અને બાળકોના સ્વાસ્થ્ય માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાની અપીલ કરી.

દિયા મિર્ઝાનો વીડિયો હટાવવાથી વિવાદ શરૂ થયો હતો

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે ભારતીય જનતા પાર્ટીની આપત્તિ બાદ બીએમસીએ દિયા મિર્ઝાનો પ્રદૂષણમુક્ત દિવાળીના સંદેશાવાળો વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ડિલીટ કરી દીધો હતો.

જોકે બીએમસીએ માધુરી દીક્ષિત અને ક્રિકેટર અજિંક્ય રહાણેના વીડિયો જાળવી રાખ્યા હતા. દીયા મિર્ઝાએ કોર્ટના નિર્દેશ પર આ વીડિયો બનાવ્યો હતો. વીડિયો હટાવવામાં આવ્યા બાદ દીયા મિર્ઝાએ કહ્યું હતું કે આ વીડિયો જાહેર જાગૃતિ અને વધુ સારા સ્વાસ્થ્ય માટે બનાવવામાં આવ્યો હતો, કારણ કે વાયુ પ્રદૂષણ જાહેર આરોગ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *