અમદાવાદમાં એસજી હાઈવે પર હળવો વરસાદ

અમદાવાદ શહેરના એસજી હાઈવે પર આજે સાંજના 5 વાગ્યા બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. એ સાથે જ હળવો વરસાદ પણ વરસ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 29 ઓક્ટોબરે નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી અને ભરૂચ માટે હળવા વરસાદની સંભાવના છે. 30 ઓક્ટોબરે નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને દમણ-દાદરા નગર હવેલી, તેમજ અરવલ્લી અને ભાવનગર માટે હલકા વરસાદની સંભાવના છે. 31 ઓક્ટોબરે નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, અરવલ્લી અને અમરેલીમાં અમુક સ્થાનો પર હળવા વરસાદની સંભાવના છે.

ક્યાં અને ક્યારે પડી શકે છે વરસાદ?

30 ઓક્ટોબર: અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી અને ભરૂચમાં છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
31 ઓક્ટોબર: ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે દાસે જણાવ્યું હતું કે, આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો રહેશે અને ત્યારબાદ ફરીથી ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નથી. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્રોમાં પવન મજબૂત રહેશે. પવનની દિશા મુખ્યત્વે ઉત્તરથી ઉત્તર-પૂર્વની રહેશે અને આગામી 12 કલાક સુધી તે ચાલુ રહેશે. પવનની ઝડપ 15 થી 20 નોટ (27થી 37 પ્રતિ કલાક) સુધી રહેવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *