ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડનું નાણાકીય વર્ષ 2027ની સપ્ટેમ્બર ત્રિમાસિકમાં નુકસાન 27% ઘટ્યું છે. કંપનીની કોન્સોલિડેટેડ નેટ લોસ ₹1,879 કરોડ રહી. ગયા વર્ષની આ જ ત્રિમાસિકમાં કંપનીને ₹2,582 કરોડનું નુકસાન થયું હતું.
આ વખતનું નુકસાન ₹2,063 કરોડના કન્સેન્સસ અંદાજ કરતાં પણ ઓછું રહ્યું. એટલે કે, બજારના નિષ્ણાતોનું માનવું હતું કે કંપનીને આ વખતે લગભગ ₹2,063 કરોડનું નુકસાન થશે. પરંતુ જ્યારે પરિણામો આવ્યા, ત્યારે નુકસાન અપેક્ષા કરતાં ઓછું એટલે કે ₹1,879 કરોડ રહ્યું.
નુકસાનમાં ઘટાડા સાથે કંપનીની આવકમાં પણ વધારો થયો છે. આ ત્રિમાસિકમાં કંપનીની આવક 25.9% વધીને ₹23,364 કરોડ થઈ, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં ₹18,555 કરોડ હતી.