ઈઝરાયેલમાં ચૂંટણી પછી વિપક્ષી નેતા ગાદી આઈઝનકોટ સરકાર બનાવવાની કોશિશોમાં લાગી ગયા છે. આઈઝનકોટ ડેમોક્રેટ્સ પાર્ટીના પ્રમુખ યાયર ગોલાન, બિયાચાદના પ્રમુખ નફ્તાલી બેનેટ અને વિપક્ષી નેતા યાયર લેપિડ સાથે મુલાકાત કરી છે.
આઈઝનકોટે આરોપ લગાવ્યો કે નેતન્યાહૂ અને તેમની લિકુડ પાર્ટી ચૂંટણીના પરિણામોને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે નેતન્યાહૂ એવું એટલા માટે કરી રહ્યા છે, કારણ કે તેમને બહુમતી નથી મળી.
આઈઝનકોટે સ્પષ્ટ કહ્યું કે તેઓ સંસદ એટલે કે નેસેટની શપથ ગ્રહણ પ્રક્રિયાને રોકાવા નહીં દે. તેમણે કહ્યું કે ઈઝરાયેલમાં કાયદાનું શાસન છે અને સંસદની બેઠક નક્કી કાર્યક્રમ મુજબ જ થશે.
ચૂંટણી પરિણામોમાં અત્યાર સુધી તેમના ગઠબંધનને 48 બેઠકો મળી છે, જ્યારે વડાપ્રધાન નેતન્યાહૂના જૂથને (પક્ષને) 53 બેઠકો મળી છે.
ઈઝરાયેલની સંસદમાં કુલ 120 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 61 બેઠકોની જરૂર છે. અરબ પાર્ટીઓને 19 બેઠકો મળી છે. એવામાં કોઈ પણ જૂથ પાસે બહુમતી નથી અને સરકાર બનાવવા માટે બીજા પક્ષોનું સમર્થન જરૂરી રહેશે.