ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા ભગવાન વાલ્મિકી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય બાદ ધૂન-ભજન અને આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ સૌએ પ્રસાદ લીધો હતો.
આ પ્રસંગે અર્જુન સ્કૂલના આચાર્ય સુધીરભાઈ બદીયાણીએ ભગવાન વાલ્મિકીના જીવન અને મહાકાવ્ય રામાયણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સૌને તેમાંથી પ્રેરણા લેવા અપીલ કરી.
વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત અધિકારી પ્રફુલભાઈ જાનીએ ભગવાન વાલ્મિકી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન પ્રસંગોનું વર્ણન કર્યું હતું. તેમણે સામાજિક સમરસતા અંગે પણ માહિતી આપી.
વાલ્મિકી સમાજના પ્રમુખ મનોજભાઈએ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં પરિષદના ગોંડલ જિલ્લા ઉપાધ્યક્ષ દલસુખભાઈ વાગડિયા, પ્રખંડ ઉપાધ્યક્ષ મગનભાઈ શિંગાળા, પ્રખંડ મંત્રી દીક્ષિતભાઈ, વાલ્મિકી સમાજના પ્રમુખ મનોજભાઈ જેઠવા, તુલસીભાઈ જેઠવા, ગિરધરભાઈ ઝાલા, ભાવિકભાઈ જેઠવા અને બાલુભાઈ વિંઝુડા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.