ટ્રમ્પે નોર્વેને ગાળો ભાંડી!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા અંગે ફરી એકવાર નારાજગી વ્યક્ત કરી છે. નોર્વેને ગાળો દેતાં તેમણે જણાવ્યું કે તેઓ ત્યાંથી કોઈને પણ અમેરિકા આવવા દેવા માંગતા નથી.

ટ્રમ્પ લાંબા સમયથી દાવો કરતા રહ્યા છે કે તેમના રાજદ્વારી પ્રયાસો માટે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ. તેમણે કહ્યું કે હવે તેમને ફક્ત ઈરાન અને યુક્રેનનું યુદ્નું સમાધાન કરવાનું બાકી છે.

ટ્રમ્પે જણાવ્યું કે પુરસ્કારની જાહેરાત પહેલાં તેમને આશા હતી કે આ સન્માન તેમને મળશે. તેમણે પોતાની પત્નીને પણ કહ્યું હતું કે નોબેલ શાંતિ પુરસ્કાર મળવો તેમના માટે સન્માનની વાત હશે.

ટ્રમ્પે 8 યુદ્ધો બંધ કરાવવાનો દાવો કર્યો

ટ્રમ્પ લાંબા સમયથી દાવો કરતા આવ્યા છે કે તેમણે દુનિયામાં શાંતિ માટે અનેક મોટાં કામ કર્યાં છે અને તેથી તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ હતો. ટ્રમ્પે રેલીમાં કહ્યું કે તેમણે 8 યુદ્ધો બંધ કરાવ્યાં છે અને ઈરાન ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધને લઈને પણ શાંતિ માટે આગળ કામ કરવાની વાત કરી.

આ મહિનાની શરૂઆતમાં પણ ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાને નોર્વે પર એવો ડાઘ ગણાવ્યો હતો, જે ક્યારેય નહીં ભૂંસાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *