15 જિલ્લાના 45 તાલુકા દુષ્કાળગ્રસ્ત છતાં સહાયથી વંચિત

ગુજરાતમાં ઓછા વરસાદને પગલે રાજ્ય સરકારે માત્ર 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતો માટે હેક્ટરદીઠ આશરે ₹8,500ની સહાય જાહેર કરી છે. જોકે આ 4 જિલ્લાઓ ઉપરાંત રાજ્યમાં 15 જિલ્લાના 45 તાલુકા એવા છે, જેમાં 40%થી લઈને 70% સુધી વરસાદની ઘટ છે છતાં સરકાર દ્વારા આ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી. જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં 70.12% વરસાદની ઘટ છે.

આ ઉપરાંત વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકામાં 61.17%, જૂનાગઢ જિલ્લાના વથંલી તાલુકામાં 60.26%, મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં 55.52% અને અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં 54.86% વરસાદની ઘટ હોવા છતાં સરકારે આ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત વિસ્તારની યાદીમાંથી બાકાત રાખ્યા છે.

ગુજરાત સરકારની સાથે સાથે જ રાજસ્થાન સરકારે પણ દુષ્કાળની જાહેરાત કરી છે. જો કે તેમણે 14 જિલ્લાના 80 તાલુકામાં દુષ્કાળ જાહેર કર્યો છે. જ્યારે ગુજરાતમાં તેનાથી વિપરિત 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. જે વાસ્તવિકતાથી દૂર છે, કારણ કે ગુજરાતના આ 4 જિલ્લા સિવાય 15 જિલ્લાઓના 45 તાલુકામાં દુષ્કાળની સ્થિતિ છે.

જો તાલુકા વાઇઝ જાહેર કરવામાં આવે તો તેનું ચિત્ર વધુ સ્પષ્ટ સામે આવે. જ્યારે કોઈ જિલ્લામાં વધુ વરસાદ હોય પણ તેના જ ઘણાં એવા તાલુકા હોય જ્યાં વરસાદની મોટી ઘટ હોય. પરંતુ જિલ્લાના સરેરાશ વરસાદમાં જે ખેડૂત મુશ્કેલીમાં છે તે સહાયથી વંચિત રહી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *