ઇઝરાયલમાં વડાપ્રધાન પદ માટે આજે મતદાન

ઇઝરાયલમાં આજે સવારે 7 વાગ્યે (ભારતીય સમય મુજબ 9:30 વાગ્યે) સંસદીય ચૂંટણી માટે મતદાન શરૂ થશે. આ વખતે નેતન્યાહૂને બદલે પૂર્વ સેનાપ્રમુખ ગાદી આઇઝનકોટ વડાપ્રધાન પદના સૌથી મોટા દાવેદાર છે.

છમાંથી ચાર ઓપિનિયન પોલમાં આઇઝનકોટના ગઠબંધનને વધુ બેઠકો આપવામાં આવી છે. જ્યારે નેતન્યાહૂના ગઠબંધનને એક પોલમાં સરસાઈ અને એક પોલમાં બહુમતી મળી છે.

ઇઝરાયલની સંસદમાં કુલ 120 બેઠકો છે. સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 61 બેઠકોની જરૂર પડે છે. ઇઝરાયલના 76 વર્ષના ઇતિહાસમાં આજ સુધી કોઈપણ રાજકીય પક્ષે એકલા બહુમતી હાંસલ કરી નથી.

જે પક્ષને વધુ મત, તેને વધુ બેઠકો

ઇઝરાયલમાં લોકો કોઈ નેતાને નહીં, પરંતુ તેની પાર્ટીને મત આપે છે. ચૂંટણી પહેલાં દરેક પાર્ટી પોતાના ઉમેદવારોની એક યાદી બનાવે છે. સમગ્ર દેશમાં પાર્ટીને મળેલા મતોના આધારે નક્કી થાય છે કે તેને સંસદમાં કેટલી બેઠકો મળશે.

પરંતુ સંસદમાં બેઠક મેળવવા માટે એક શરત છે. કોઈ પાર્ટીને કુલ માન્ય મતોમાંથી ઓછામાં ઓછા 3.25% મત મેળવવા પડે છે. આથી ઓછા મત મળવા પર પાર્ટીને સંસદમાં કોઈ બેઠક મળતી નથી.

પાર્ટીના કયા ઉમેદવારો સાંસદ બનશે, તેનો નિર્ણય ઉમેદવારોની યાદી પરથી થાય છે. દરેક પાર્ટી ચૂંટણી પહેલાં પોતાના ઉમેદવારોની એક યાદી જાહેર કરે છે. જો કોઈ પાર્ટીને 20 બેઠકો મળે, તો યાદીમાં પ્રથમ 20 સ્થાને રહેલા ઉમેદવારો સાંસદ બની જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *