મોરબીમાં ખેડૂત આંદોલન મામલે કોટડીયાની મધ્યસ્થી

મોરબી વીજપોલ મુદ્દે ખેડૂત આંદોલન મામલે સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડીયાએ સરકાર સાથે કરેલી મંત્રણા બાદ સુખદ સમાધાન થશે, તેવું જાહેર કર્યું હતું. ખેતરોમાં હાઈટેન્શન લાઈન કે મોટા વીજ ટાવર નાખવા માટે ખેડૂતોનું રાઈટ ઓફવે મેળવવું, કોરિડોર બનાવવો તેમજ એમ.આર.સી કમિટીમાં ખેડૂતને પ્રધાન્ય આપવું જેવા મુદ્દાઓ અંગે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સહિતના મંત્રીઓ સહિતનાએ ચર્ચા કરી દિવાળી પહેલા સુખદ અંત આવશે તેવી ખાતરી આપી હતી.

‘ખેડૂત-સરકાર સાથેનો વાર્તાલાપ બે મહિના સુધી ચાલ્યો’
સીદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડીયાએ જણાવ્યું કે, હું ખેડૂત પુત્ર સરકારનો એટલા માટે આભાર માનું છું કે આ આંદોલન શબ્દ ન કહી શકાય. ખેડૂતોની છાવણી હતી ત્યાં હું ગયો હતો અને મેં કહ્યું હતું કે સીદસર એક ધર્મસ્થાન તો છે જ, પરંતુ ખેડૂત પુત્રોની ભૂમિ પણ છે. ત્યારે બ્રિજ સોલ્યુશનનો એક લેટર CMને મોકલ્યો હતો. જેના અનુસંધાને સરકારે એક બિનરાજકીય તરીકે મને મધ્યસ્થી બનાવ્યો અને ખેડૂત તેમજ સરકાર સાથેનો વાર્તાલાપ લગભગ બે મહિના સુધી ચાલ્યો. 24 મુદ્દાઓ જે ખેડૂતના હતા એની પહેલી મીટિંગ ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને એગ્રીકલ્ચર મિનિસ્ટર જીતુ વાઘાણી સાથે સચિવો અને બધા ઊર્જા સચિવ બધા બેઠા હતા. 21 મુદ્દાનું નિરાકરણ આવ્યું હતું અને ત્રણ મુદ્દા જે પેન્ડિંગ હતા, તે માટે મને બોલાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *