સુરેન્દ્રનગર યાર્ડમાં માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર યાર્ડમાં બુધવાર, 21 ઓક્ટોબર 2026ના રોજ બપોરે 13:30 કલાકે પનકી ધામ (કાનપુર નજીક, ઉત્તર પ્રદેશ) થી હાપા જઈ રહેલી એક ખાલી માલગાડીના બે વેગન પાટા પરથી ઉતરી ગયા હતા. ઘટના તે સમયે બની જ્યારે માલગાડી યાર્ડમાં લૂપ લાઇન પરથી મુખ્ય લાઇન તરફ જઈ રહી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ નથી. પરંતુ 2 પેસેન્જર ટ્રેનો આંશિક રીતે રદ કરવી પડી છે. જ્યારે 7 ટ્રેનો ડાયવર્ટ કરાતા રેલ વ્યવહાર ખોરવાયો હોવાથી હજારો મુસાફરોને હાલાકી ભોગવવી પડશે.

1) ટ્રેન નંબર 19575 ઓખા–નાથદ્વારા એક્સપ્રેસ (પ્રવાસ તારીખ 21 ઓક્ટોબર 2026) થાન–વાંકાનેર–મોરબી–માળિયા મિયાણા–વિરમગામ માર્ગે ચાલશે.
2) ટ્રેન નંબર 12905 પોરબંદર–શાલીમાર એક્સપ્રેસ (પ્રવાસ તારીખ 21 ઓક્ટોબર 2026) વાંકાનેર–મોરબી–માળિયા મિયાણા–વિરમગામ માર્ગે ચાલશે.
3) ટ્રેન નંબર 11463 વેરાવળ–જબલપુર એક્સપ્રેસ (પ્રવાસ તારીખ 21 ઓક્ટોબર 2026) રાજકોટ–મોરબી–માળિયા મિયાણા–વિરમગામ માર્ગે ચાલશે.
4) ટ્રેન નંબર 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ (પ્રવાસ તારીખ 21 ઓક્ટોબર 2026) રાજકોટ–મોરબી–માળિયા મિયાણા–વિરમગામ માર્ગે ચાલશે.
5) ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ જનતા એક્સપ્રેસ (પ્રવાસ તારીખ 21 ઓક્ટોબર 2026) રાજકોટ–મોરબી–માળિયા મિયાણા–વિરમગામ માર્ગે ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *