ગોંડલના ભગવતપરામાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત

ગોંડલના ભગવતપરા વિસ્તારમાં રાજેશ હોલ નજીક હનુમાનજી મંદિર પાસે બાઇક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઘરેથી ગામ તરફ જઈ રહેલા બાઇકચાલક યુવકની બાઇક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકની ઓળખ ભગવતપરામાં રહેતા 30 વર્ષીય નરેન્દ્રભાઈ મનજીભાઈ મકવાણા તરીકે થઈ છે. નરેન્દ્રભાઈ અપરિણીત હતા અને બે ભાઈઓમાં નાના હતા. પરિવારમાં તેમની ત્રણ બહેનો પણ છે. તેઓ છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના અચાનક અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

સામાજિક કાર્યકર સહિતના લોકોએ યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો
અકસ્માની જાણ થતાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટના ધવલભાઈ ગોહેલ અને અન્ય એક સ્થાનિક વ્યક્તિ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ઇજાગ્રસ્ત યુવકને પોતાના બાઇક પર ગોંડલ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ કર્યા બાદ નરેન્દ્રભાઈને મૃત જાહેર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *