શિક્ષક કેરોસીન છાંટીને સળગેલી હાલતમાં ઘરની બહાર નીકળ્યો

રાજકોટના આંબેડકરનગરમાં મવડી સ્લમ આવાસમાં રહેતા પ્રાઈવેટ સ્કૂલના શિક્ષક મિતેશ તેરૈયાએ આજે(18 ઓક્ટોબર) બપોરે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટીને આગ ચાંપી આપઘાત કરી લીધો છે. યુવાન સળગતી હાલતમાં ઘરમાંથી બહાર નીકળતા આસપાસના લોકો હતપ્રભ થઈ ગયો હતો. પાડોશીઓએ તેને ગોદડાંથી ઢાંકી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવાન બચી શક્યો ન હતો.

7 વર્ષ પહેલાં યુવાનના લગ્ન થયા હતા, પરંતુ બે વર્ષમાં જ છુટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ એકલવાયાપણાને કારણે ડિપ્રેશનમાં આવી જતા યુવાને આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા પરિવારજનોએ વ્યક્ત કરી છે.

માલવિયાનગર પોલીસ મથકના PSI સી. પી. રાઠોડે કહ્યું હતું કે, મૃતક મિતેશ જયસુખભાઈ તેરૈયાના બનેવીના કહેવા પ્રમાણે તે છેલ્લા 15 દિવસથી ગુમસુમ રહેતો હતો. જેના કારણે આપઘાતનું પગલું ભરી લીધું હોય તેવું લાગી રહ્યું છે. મૃતક કોઠારીયા રોડ ઉપર આવેલી જ્ઞાનદીપ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો. 34 વર્ષના મિતેશના લગ્ન થઈ ગયા હતા પરંતુ 5 વર્ષ પહેલાં તેના છુટાછેડા થઈ ગયા હતા. આંબેડકરનગરમાં મવડી 50 વારીયા સ્લમ ક્વાર્ટસમાં તેનું મકાન હતું. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કોઠારીયા રણુજા મંદિર પાસે રહેતા બહેન-બનેવી સાથે રહેતો હતો. યુવાનના માતા-પિતા પણ હયાત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *