છઠ્ઠા નોરતાની રાત્રે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં રાસ ગરબાની રમઝટ જામી. સોસાયટીઓથી લઈ પાર્ટી પ્લોટ સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.
અમદાવાદમાં રાતલડી મંડળી ગરબામાં ખેલૈયાઓ ઢોલના તાલે ગરબે ઘૂમ્યા. તો સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સતત બીજા દિવસે ડાકોરના ઠાકોર અને વાલા આતો વાલપનું છે વ્હાલ ગાયું હતું. એ સાથે જ ડાકલા પર યુવાનોએ ધૂમ મચાવી હતી. વડોદરા યુનાઈટેડ વે અને VNFમાં અવનવા ગેટઅપ સાથે ખેલૈયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતા મંદિરે દર્શન-પૂજન કરી ભગવાન શિવની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે જ માણસામાં કુળદેવી બહુચરાજી માતાજીના ચરણોમાં સપરિવાર શીશ ઝુકાવી, દર્શન આરતી કરી નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.