સુરતમાં હર્ષ સંઘવીએ સિંગર સાથે ‘ડાકોરના ઠાકોર’ ગાયું

પાંચમા નોરતાની રાત્રે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં રાસ ગરબાની રમઝટ જામી. સોસાયટીઓથી લઈ પાર્ટી પ્લોટ સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા.

અમદાવાદમાં ઈશાની દવેએ ખેલૈયાઓને ડોલાવ્યા તો સુરતમાં ઉમેશ બારોટનો જાદુ છવાયો. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉમેશ બારોટ અને રાજદાન ગઢવી સાથે ડાકોરના ઠાકોર સોંગ ગાયું. વડોદરા યુનાઈટેડ વેના ગરબામાં ગુજરાત ફિલ્મ એક્ટ મિત્ર ગઢવી ગરબે ઘૂમતા જોવા મળ્યા. રાજકોટના સહિય નવરાત્રિમાં યુવાધન હિલોળે ચડ્યું. ગોવાળિયા વેશમાં ગરબે રમતા યુવાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા. તો સુરતમાં ગ્રેટ ખલી પણ ખેલૈયાઓ સંગ ગરબે ઘૂમ્યા.

અમદાવાદના નિકોલ ખાતે ખોડલધામ ગરબા મહોત્સવમાં અને વસ્ત્રાલ ખાતે કેસરિયા તાલ ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રીએ માતાજીની માંડવીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા તેમજ ઉપસ્થિત ખેલૈયાઓનું અભિવાદન ઝીલીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *