17મી શિબિરમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો; 10 વર્ષમાં 5,126 યુનિટનો આંકડો પાર

‘સેવા અને સમર્પણના 25 વર્ષ’ની ઉજવણી અંતર્ગત મારવાડી યુનિવર્સિટીમાં 6 અને 7 ઓક્ટોબર, 2026ના રોજ 17મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ 444 બોટલ રક્તદાન કર્યું હતું.

આ કેમ્પનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજના (NSS), રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) અને હોસ્ટેલ કમિટી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. એકત્રિત થયેલું રક્ત AIIMS રાજકોટ અને પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મારવાડી યુનિવર્સિટી દ્વારા અગાઉ યોજાયેલી 16 રક્તદાન શિબિરોમાં કુલ 4,682 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું. 6 અને 7 ઓક્ટોબરે યોજાયેલી 17મી શિબિરમાં 444 યુનિટ સાથે છેલ્લા દસ વર્ષમાં યુનિવર્સિટી દ્વારા કુલ 5,126 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ યુનિવર્સિટી પરિવારની માનવસેવા અને સામાજિક પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *