રાજનીતિમાં પાડી દેવાની વાતો સમયે સમયે ચાલે, જેવી જેની માનસિકતા

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ખેડૂત નેતા અને છોટે સરદાર તરીકે ઓળખાતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ યાર્ડમાં ખેડૂતોની સુવિધા માટે 12 કરોડના ખર્ચે નવનિર્મિત ઓક્શન શેડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેતપુરના ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રના અગ્રણી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિઠ્ઠલભાઈના ખેડૂતો અને સહકારી ક્ષેત્ર માટેના આજીવન યોગદાનને યાદ કરી યાર્ડના ચેરમેન જયેશ બોઘરા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો આભાર માન્યો હતો.

આ કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “રાજનીતિમાં પાડી દેવાની વાતો સમયે સમયે ચાલતી હોય છે પણ સહકારી ક્ષેત્ર અને ખેડૂતોનો ભરોસો જીતવો એ ખૂબ મોટી વાત હોય છે. ખેડૂતોના સર્ટિફિકેટ લેવા માટે જ્યારે પણ ચૂંટણી આવે છે, ત્યારે હું મેદાનમાં જાઉં છું. અમે જે કામ કર્યું છે તે કામને લઈને માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં મત માંગવા માટે આવશું. 5 વર્ષ પહેલા અમુક આવ્યા હતા ચૂંટણી લડવા. જેઓને 1400માંથી 80 જ મત મળ્યા હતા. 50-60 મત તો ગાંડાને પણ મત મળે. મેં 5 વર્ષ પૂર્વે કહ્યું હતું કે, અમારી ટીમ પર વિશ્વાસ મૂકજો. લાગશે વાર પણ આવશે મજા.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *