SIRના વિરોધ અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગને લઈને વિપક્ષે મંગળવારે માર્ચ યોજી. માર્ચ દરમિયાન રાહુલ ગાંધીના હાથમાં ‘જ્ઞાનેશ, ઈટ્સ ડન બ્રો’ લખેલું પોસ્ટર હતું. પોલીસે રોક્યા ત્યારે રાહુલ-પ્રિયંકા 8 કલાકથી વધુ સમય સુધી આકાશવાણી ભવન પરિસરમાં ધરણા પર બેઠા રહ્યા. પ્રદર્શનમાં તિરંગાની સામે પ્રિયંકા અડીખમ ઊભા રહી ગયા. રાહુલે તેમને એનર્જી ડ્રિંક ઓફર કરી.
રાહુલ અને પ્રિયંકા ગાંધીએ વડના ઝાડ નીચે ચટાઈ પાથરી લીધી છે. તેમણે કહ્યું હતું- જ્યાં સુધી જ્ઞાનેશ કુમારને મળવા દેવામાં નહીં આવે, ત્યાં સુધી અહીંથી ઊભા નહીં થઈએ.
એક પોલીસ અધિકારી તિરંગો લઈને ઊભેલા કાર્યકર્તા પાસે પહોંચે છે. ત્યારે જ રાહુલ ઝડપથી આવે છે અને કહે છે- “આને અડશો નહીં.” પ્રિયંકા પણ તિરંગાની સામે હાથ ફેલાવીને ઊભી થઈ જાય છે. હકીકતમાં અધિકારીનું કહેવું હતું કે તિરંગામાં લાગેલો દંડો કોઈને ઈજા પહોંચાડી શકે છે. આ અંગે રાહુલ-પ્રિયંકાએ તેને ઠપકો આપતાં કહ્યું- આ દંડો નથી, તિરંગો છે.