ગુજરાતના અમદાવાદ-ગાંધીનગર બાદ હવે સુરતમાં મેટ્રો દોડવા તૈયાર છે. જે મેટ્રોના બોગીઓનો અંદરનો ઈન્ટિરિયરનો ફર્સ્ટલૂક સામે આવ્યો છે. હીરાના વિવિધ કટ્સનું ઇન્ટિરિયર એ બોગીમાં બેસતાં જ મુસાફરોને હીરાનગરીનો અહેસાસ કરાવશે. એટલું જ નહીં ડાયમંડ કટ્સ આધારિત થીમેટિક ઇન્ટિરિયર સાથે દેશની અનોખી મેટ્રો સુરતને મળવાની છે.
ડાયમંડ થીમ આધારિત દેશનું સર્વપ્રથમ ઇન્ટિરિયર
શહેરની વૈશ્વિક ઓળખ સમા હીરા ઉદ્યોગની ઝલક મુસાફરોને મેટ્રોમાં પ્રવેશતાં જ મળશે. મેટ્રો ટ્રેનની અંદર સિલિંગ અને એલિવેશનમાં હીરાના વિવિધ આકર્ષક કટ્સ અને ‘ડાયમંડ ફેસિટ્સ’ની કલાત્મક ડિઝાઈન કંડારવામાં આવી છે. ભારતભરમાં કોઈપણ મેટ્રો પ્રોજેક્ટમાં આ પ્રકારનું થીમેટિક ડાયમંડ ઈન્ટિરિયર પ્રથમ વખત સાકાર થઈ રહ્યું છે, જે મુસાફરી દરમિયાન મુસાફરોને રત્નનગરીના અનોખા વૈભવનો અહેસાસ કરાવશે.
બેસવા માટે આરામદાયક રહે તે રીતે તૈયાર કરવામાં આવી અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા.