રાજ્ય સરકારના ‘સેવા સંકલ્પ’ અભિયાન હેઠળ ગોંડલ એસ.ટી. ડેપો ખાતે રક્તદાન કેમ્પ અને સફાઈ અભિયાન યોજાયું હતું. ‘આસ્થા બ્લડ સેન્ટર’ના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક એન. પી. રાજ અને ગોંડલ ડેપો મેનેજર એસ. એ. મોમીન હાજર રહ્યા હતા. ડેપોના ત્રણેય યુનિયનના આગેવાનો અને મોટી સંખ્યામાં કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડ્રાઇવર, કંડક્ટર અને મિકેનિક સહિતના સ્ટાફે ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું.
રક્તદાન શિબિરની સાથે ‘સ્વચ્છતા હી સેવા’ના ભાગરૂપે બસ સ્ટેશન પરિસર અને ડેપો વર્કશોપમાં સફાઈ અભિયાન પણ ચલાવાયું. તમામ સ્ટાફે સાથે મળીને સફાઈ કામગીરી કરી. અધિકારીઓએ સ્ટાફની સેવાભાવનાને બિરદાવી હતી.