મહિલા ખેલાડીને કહ્યું-સિલેક્ટ થવું હોય તો રાત્રે ચેટિંગ કરવી પડશે

સુરતના રમત જગતમાં ચાલતી ગંદી રાજનીતિ અને આંતરિક ખેંચતાણ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)ની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં આ વખતે ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરરીતિ અને મહિલા સુરક્ષા જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાઓને લઈને ભારે હોબાળો મચ્યો હતો. 200થી વધુ સભ્યોની હાજરીમાં મળેલી આ બેઠકમાં સૌથી ગંભીર આક્ષેપ એ સામે આવ્યો હતો કે, સંસ્થાના એક કોચે મહિલા ખેલાડીને ટીમમાં પસંદગી માટે ‘રાત્રે ચેટિંગ’ કરવાની માગણી કરી હતી. બીજી તરફ, એસોસિએશનના સેક્રેટરીએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી કડક તપાસની ખાતરી આપી છે.

એસડીસીએના સભ્ય પ્રતીક શાહે સામાન્ય સભામાં ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં એક કોચ દ્વારા મહિલા ખેલાડીને મેસેજ કરાયો હતો કે ‘જો સિલેક્ટ થવું હોય તો રાત્રે ચેટિંગ કરવી પડશે.’ આ ગંભીર બાબત સેક્રેટરીના ધ્યાને હોવા છતાં સંબંધિત કોચને બચાવવામાં આવી રહ્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, તેમની પાસે ક્રિકેટ પ્રશાસનની ગેરરીતિઓના પુરાવા અને ફોન રેકોર્ડિંગ્સ આવ્યા છે, જેને તેઓ યોગ્ય તપાસ માટે ટૂંક સમયમાં પોલીસ સમક્ષ રજૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *