સ્પેનમાં ભાડૂઆતને ઘરમાંથી કાઢી મૂકાતા સરકાર પડી ભાંગી

સ્પેનમાં 87 વર્ષના એક મહિલાને ઘરમાંથી કાઢવા એ ખૂબ મોટો મુદ્દો બની ગયો. મોંઘા ભાડા અને લોકોને ઘરમાંથી કાઢી મૂકવા સામે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

કેસ એટલો વધ્યો કે સરકારે ભાડૂઆતોને રાહત આપવા માટે સંસદમાં ઇમરજન્સી બિલ લાવવા પડ્યા. પરંતુ સરકાર આ પાસ કરાવી શકી નહીં.

ત્યારબાદ પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે નક્કી સમય કરતાં લગભગ 8 મહિના પહેલાં આમ ચૂંટણી યોજવાની જાહેરાત કરી દીધી. સ્પેનમાં 29 નવેમ્બર 2026ના રોજ વોટિંગ થશે.

કેસની શરૂઆત 23 સપ્ટેમ્બરે થઈ. મેડ્રિડમાં 87 વર્ષના મારિયા ડેલ કાર્મેન અબાસ્કલને એ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા, જ્યાં તેઓ લગભગ 70 વર્ષથી રહેતાં હતા.

આ ઘર અબાસ્કલ પરિવાર પાસે ઘણા દાયકાઓથી ભાડે હતું. 2018માં ઘરના મૂળ માલિકે આખી ઈમારત એક રિયલ એસ્ટેટ કંપનીને વેચી દીધી.

ત્યારબાદ કંપની અને અબાસ્કલ વચ્ચે ભાડાને લઈને વિવાદ શરૂ થયો. કંપનીએ ભાડું 500 યુરોથી વધારીને 2650 યુરો કરી દીધું. અબાસ્કલનું માસિક પેન્શન જ લગભગ 1,350 યુરો હતું.

એટલે કે માગવામાં આવેલું ભાડું તેમની આખી માસિક આવક કરતાં પણ ઘણું વધારે હતું. આ જ કારણે તેઓ નવું ભાડું આપવાની સ્થિતિમાં નહોતા. ત્યારબાદ મામલો કોર્ટમાં ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *