દાસીજીવણ પાર્ટીપ્લોટ સામે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા, કામગીરી રોકી દેવાઈ

ગોંડલ-જેતપુર રોડ પર દાસીજીવણ પાર્ટીપ્લોટ સામે નગરપાલિકા દ્વારા સર્કલ બનાવવાની કામગીરીનો સ્થાનિકોએ વિરોધ કર્યો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને કામગીરી અટકાવી દીધી હતી.

સ્થાનિક સોસાયટીના રહીશોનું કહેવું છે કે, સર્કલની આસપાસ ઘણા દબાણો છે. આ દબાણોને કારણે મુખ્ય રોડ પરથી વાહન પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. તેમની માંગ છે કે નગરપાલિકા પહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરે.

વિરોધ વધતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સ્થાનિકોના વિરોધને કારણે હાલ સર્કલ બનાવવાનું કામ રોકી દેવાયું છે. રોડ પર ટ્રાફિકની સમસ્યા ઉભી કરતી આ કામગીરી સામે લોકોનો વિરોધ જોતા, હવે નગરપાલિકા તંત્ર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *