વિમાન હાઇજેક થાય તો ઇઝરાઇલ તેને તોડી પાડત

ઇઝરાયલે દુબઈથી ઉડાન ભરનારા તે વિમાનને તોડી પાડવાની તૈયારી કરી લીધી હતી, જેના હાઇજેક અંગેનો એલર્ટ મોકલવામાં આવ્યો હતો. બુધવારે એલર્ટ મળતાની સાથે જ ફાઇટર જેટ્સ રવાના કરી દેવામાં આવ્યા હતા. વિમાનમાં 174 મુસાફરો સવાર હતા.

ટાઇમ્સ ઑફ ઇઝરાઇલના અહેવાલ મુજબ સરકારને આશંકા હતી કે જો વિમાનનું નિયંત્રણ પાછું મેળવવામાં નહીં આવે, તો તે ઇઝરાઇલમાં 9/11 જેવા હુમલાને અંજામ આપી શકે છે. ખતરો ટાળવા માટે વિમાનને હવામાં જ તોડી પાડવું પડી શકે તેમ હતું.

ભારતમાં ઇઝરાઇલના રાજદૂત રિયૂવેન અઝારે જણાવ્યું કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કાર્યવાહી અંગે નિર્ણય લેવાનો હતો.

જોકે, ભારતીય પાયલટ અને મુસાફરોએ હિંમત બતાવીને હુમલાખોર સહ-પાયલટને કાબૂમાં લીધો અને વિમાનને સાઉદી અરેબિયામાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું.

હાઇજેકર્સ સાથે વાતચીત માટે પણ ઇઝરાઇલ તૈયાર હતું

ઇઝરાઇલે એવી સ્થિતિ માટે પણ તૈયારી કરી હતી કે હાઇજેકર્સ વિમાનમાં સવાર મુસાફરોને બંધક બનાવીને પોતાની માંગણીઓ રજૂ કરી શકે છે. આવી સ્થિતિનો સામનો કરવા માટે ઇઝરાઇલની રાષ્ટ્રીય આતંકવાદ-વિરોધી યુનિટ યામામને એલર્ટ કરવામાં આવી હતી.

યોજના એવી હતી કે જો હાઇજેકર્સ મુસાફરોને છોડવાના બદલામાં કોઈ માંગણી કરે, તો તેમની સાથે વાતચીત કરવા અને બંધકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કાર્યવાહી માટે આ વિશેષ યુનિટ મોરચો સંભાળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *