ટ્રમ્પે કહ્યું- ફ્લાયદુબઈના કો-પાયલટનું ઈરાન કનેક્શન શક્ય છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઇઝરાઇલ જઈ રહેલા ફ્લાયદુબઈ વિમાનના કો-પાઇલટનો ઈરાન સાથે સંબંધ હોઈ શકે છે. ટ્રમ્પે કહ્યું કે જો હુમલા પાછળ ઈરાનની ભૂમિકા સામે આવશે તો તેહરાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ, સઉદી અરેબિયાએ જણાવ્યું કે વિમાનમાં ભારતીય પાઇલટ પર હુમલાના આરોપી કો-પાઇલટને સંયુક્ત આરબ અમીરાત (UAE)ને સોંપી દેવામાં આવ્યો છે. મામલાની તપાસમાં ઇઝરાઇલ, UAE, અમેરિકા, ઓમાન અને સઉદી અરેબિયાની એજન્સીઓ જોડાઈ છે.

વાસ્તવમાં, 29 સપ્ટેમ્બરે ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કો-પાઇલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ વિમાન ઝડપથી નીચે તરફ જવા લાગ્યું. ઘાયલ કેપ્ટને કોકપિટનો દરવાજો ખોલ્યો, જેના પછી મુસાફરો અંદર પહોંચ્યા અને કો-પાઇલટને પકડી લીધો. ત્યારબાદ વિમાનને સઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *