નિયમિત યોગાસનથી શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક તણાવ ઘટે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે

રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોડાસાની કે.એન. શાહ હાઈસ્કૂલ ખાતે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશીશપાલજીએ ઉપસ્થિત રહીને જિલ્લાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો હતો.

નિયમિત યોગાસન અને મેડિટેશનથી શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક તણાવ ઘટે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે

યોગ એ આપણા જીવનની અમૂલ્ય ભેટ છે. આ ઉદ્દેશ સાથે અરવલ્લી જિલ્લામાં યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યોં હતો.

યોગ શિબિરમાં સહભાગીઓએ સામાન્ય આસનો સાથે મેડિટેશનનો પણ અભ્યાસ કર્યો હતો. તાડાસન, વૃક્ષાસન, ત્રિકોણાસન અને ભુજંગાસન જેવા આસનોથી શરીરની લવચીકતા, સંતુલન અને મજબૂતાઈ વધે છે, જ્યારે શવાસનથી શરીરને વિશ્રાંતિ મળે છે. આ આસનો પછી મેડિટેશન દ્વારા મનને શાંત કરીને એકાગ્રતા અને આંતરિક શાંતિનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.

નિયમિત યોગાસન અને મેડિટેશનથી શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક તણાવ ઘટે છે અને જીવનમાં સકારાત્મક ઊર્જા વધે છે.

યોગ બોર્ડ દ્વારા આયોજિત આ શિબિર સેવા સંકલ્પ અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ ઘણી જિલ્લાના અધિકારીઓ અને નાગરિકો વચ્ચે યોગની મહત્તા અંગે સમજ વિકસાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *