બોટાદ પાલિકાના બે કર્મીઓ રાત્રે વોચમાં નીકળ્યા જાહેરમાં કચરો ફેંકતા 11 વ્યક્તિને રૂ. 9,600નો દંડ

બોટાદ નગરપાલિકા દ્વારા 25 સપ્ટેમ્બરથી જાહેરમાં કચરાનો નિકાલ કરનારને સ્થળ ઉપર જ દંડ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. 1 સેનેટરી ઇન્સ્પેક્ટર અને 1 સિટી મેનેજર દ્વારા સાંજે 5 થી રાત્રે 11 દરમિયાન વોચ રાખવામાં આવે છે. 5 દિવસમા કચરો ફેકનાર 11 જેટલા વ્યક્તિઓને 9600 રૂપિયા જેટલો દંડ કરવામાં આવેલ છે.

બોટાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર રસ્તાઓ તથા જાહેર સ્થળોએ કચરો ફેંકી ગંદકી ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવા માટે બોટાદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા સાંજે 5-00 થી રાત્રે 11-00 કલાક સુધી સતત વોચ રાખવામાં આવી રહી છે અને નિયમોનો ભંગ કર નાર સામે સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરાઈ રહી છે.

બોટાદ શહેરને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવા માટે દુકાન, લારી-ગલ્લા, ઘર તેમજ અન્ય પરિસરમાંથી નીકળતો તમામ પ્રકારનો કચરો બોટાદ નગરપાલિકાના ડોર-ટુ-ડોર કચરા કલેક્શન કરતા વાહનોમાં જ આપવા નાગ રિકોને અનુરોધ કરવામાં આવેલ છે.

કચરો જાહેર રસ્તા, ખુલ્લી જગ્યા કે અન્ય કોઈ સ્થળે ન નાખવા અપીલ કરવામાં આવી છે.પાલિકાએ આ નિયમનો અમલ કરવા જણાવ્યુ છે.

દંડ નહીં ભરનાર સામે ન્યુસન્સ કેસ ચલાવવામાં આવશે: મેહુલ ચૌહાણ
આ કામગીરી માટે આગામી દિવસોમાં સરકાર તરફથી એક સ્વચ્છતા માર્શલ આપવામાં આવશે અને આ સ્વચ્છતા માર્શલ દ્વારા સવારે 10-00 થી સાંજના 6-00 વાગ્યા સુધી જાહેરમાં કચરો ફેકનાર ઉપર નજર રખાશે. આગામી 17 ઓક્ટો બર 26 સુધી કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

તેમજ જાહેરમાં કચરો ફેકનાર વિરુદ્ધ 500 રૂપિયા વહીવટી ચાર્જ ફરજિયાત વસૂલ કરવામાં આવશે. અને દંડ નહીં ભરે તો તેના ઉપર ન્યુસન્સ કેસ 152ની કલમ હેઠળ પ્રાંત અધિ કારી પાસે મૂકવામાં આવશે.અને હજુ આગામી દિવસોમાં આવી કાર્યવાહી ચાલશે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *