બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીને પતાવી દીધો

રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલા કોલેજીયન પાન પાસે ધોળા દિવસે હત્યાનો બનાવ સામે આવ્યો છે. બહેને સાત વર્ષ પહેલા કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી ભાઈએ આજે (24 સપ્ટેમ્બર) બપોરના સમયે બનેવીને આડેધડ છરીના ઘા ઝીંકી બહેનને વિધવા બનાવી છે. હાલ પોલીસે આરોપી સાળાની અટકાયત કરી અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની તપાસમાં મૃતકનુ નામ વિમલ ધર્મેશભાઈ વાણીયા (ઉં.વ.27) હોવાનું અને તે સહકાર રોડ પર રહેતો હોવાનું સામે આવ્યું છે. વિમલે શીતલ નામની યુવતી સાથે આજથી સાત વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતાં અને ત્યારથી શીતલના પરિવારજનો આ લગ્નના વિરોધમાં હોવાથી શીતલ સાથે સબંધો તોડી દીધા હતા.

27 વર્ષીય વિમલ વાણીયા ભક્તિનગર સર્કલ પાસે આવેલા કોલેજીયન પાન નજીક હતો, ત્યારે એક તેના સાળા કમલેશે તેની સાથે તકરાર કરી હતી. તકરાર વકરતાં કમલેશે છરી કાઢી વિમલની છાતીમાં તેમજ શરીરના અન્ય ભાગમાં 6થી 7 ઘા મારી દીધા હતાં. લોહીલુહાણ હાલતમાં વિમલને હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *