ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુરુવારે અમેરિકા પહોંચી ગયા છે. તેઓ 11 વર્ષ બાદ ત્યાં ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને પોતે જૉઇન્ટ બેઝ એન્ડ્ર્યૂઝ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું.
ટ્રમ્પ સાથે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ હાજર હતાં. જ્યારે, શી સાથે તેમની પત્ની પેંગ લિયુઆન પણ હાજર રહ્યાં.
કોઈ વિદેશી નેતાના સ્વાગત માટે અમેરિકી રાષ્ટ્રપતિનું સીધા એરપોર્ટ પર જવું સામાન્ય નથી. આજે રાત્રે વ્હાઇટ હાઉસમાં શી જિનપિંગ અને તેમની પત્ની પેંગ લિયુઆનના સન્માનમાં રાજકીય ભોજનનું આયોજન કરવામાં આવશે.
ત્યારબાદ ટ્રમ્પ-જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. તેમાં વેપાર, ટેરિફ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), તાઇવાન અને રશિયા સાથે જોડાયેલા મુદ્દાઓ સામેલ થઈ શકે છે.