ઉપલેટા-ધોરાજી નેશનલ હાઇવે પર સ્ટ્રીટલાઈટના અભાવે ગંભીર અકસ્માતનો તોળાતો સતત ભય

ઉપલેટાના નાગનાથ ચોકથી ઉપલેટા આવવા માટે આ હાલ પુલ નબળો બની ગયો હોવાથી નેશનલ હાઈવેનો ઉપયોગ વધી ગયો છે, જ્યારે ભાયાવદર જવા માટે પણ આ મુખ્ય રોડ છે ત્યારે રાત્રિના સમયે નેશનલ હાઈવે ઉપર સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે અકસ્મતોનું જોખમ ઘણું વધી ગયું છે, ત્યારે કોઈ અકસ્માતની ઘટના ન બને તે માટે સ્થાનિકો તથા કારખાનેદારોએ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા શહેર આસપાસ વીજપોલ ઉભા કરી અજવાળું પાથરવા માગ ઉઠાવી છે.

શહેરના ધોરાજી જવાના રસ્તે ભાયાવદર નેશનલ હાઇવે ઉપર સાંજના સમયે વીજળીના થાંભલા ન હોવાથી ખેતમજૂરો વાડીએ જતા ખેડૂતો, કારખાનેદારો, નાના-મોટા પ્લાસ્ટિકના ધંધાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ રોડ પર વીજળી ન હોવાથી સાંજ પડતા જ અંધારા છવાઈ જાય છે.

એકલદોકલ માણસને ચાલીને જવું હોય તો જાનના જોખમે જવું પડે છે. અગાઉ રોડ ઉપર લૂંટ અને ચોરીની ઘટનાઓ અને સાયકલસવાર, રાહદારીઓ અકસ્માતનો ભોગ બની જીવ ગુમાવ્યા છે ત્યારે ફરી પાછી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જોઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી માગણી કરી છે.

તહેવારો પહેલાં રોશની કરવા માગણી ઉપલેટા ધોરાજી બાયપાસ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વીજળીના પોલ તાત્કાલિક ઉભા કરી આગામી નવરાત્રી, દિવાળી જેવા તહેવારો સુધારવા માગણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *