રાજકોટના મેકડોનાલ્ડ્સમાં ઉંદરોના આંટાફેરા

રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસેના જાણીતા મેક-ડોનાલ્ડ સ્ટોરની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં મેક-ડોનાલ્ડના સ્ટોરની અંદર ટેબલ-ખૂરશી પર મુક્તપણે ઉંદરો આંટાફેરા અને દોડદોડી કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વીડિયો સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ સ્ટોર પર ત્રાટકી હતી અને તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની પૂછપરછમાં મેનેજેર બાજુની કન્સ્ટ્રશન સાઈટ પરથી ઉંદર આવ્યા હોવાનો બચાવ કર્યો હતો.

ગ્રાહકોની બેસવાની જગ્યા પર ઉંદરના આટાંફેરા
વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ડાઇનિંગ એરિયામાં જ્યાં ગ્રાહકો બેસીને ફૂડ આરોગે છે, ત્યાં જ ટેબલો અને બેસવાની જગ્યા પર બે ઉંદરો બિન્દાસ રીતે ફરી રહ્યાં હતા. આ દૃશ્ય બહારથી કોઈ ગ્રાહકે કેમેરામાં કેપ્ચર કરી લીધું હતું. સ્ટોરના કાઉન્ટર પર McCafé નું બોર્ડ અને મેનું પણ વીડિયોમાં સ્પ દેખાઈ આવે છે. જે આ સ્થળ મેક-ડોનાલ્ડ હોવાનું સાબિત કરે છે. આ પ્રકારની બેદરકારીથી ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ઉંદરો જેવા જીવો ખાદ્યપદાર્થોના સંપર્કમાં આવવાથી ગંભીર બીમારીઓ ફેલાવાની પૂરેપૂરી શક્યતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *