દ્વારકામાં પોલીસની હાજરીમાં 10 સેકન્ડમાં 15 ફટકા માર્યા

દ્વારકાના હાથલા ગામે ખાકીની હાજરી વચ્ચે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભંગાર વીણવાનું કામ કરતા એક અસહાય યુવક પર બે શખસ તૂટી પડ્યા હતા અને માત્ર 10 સેકન્ડમાં લાકડી તથા પાઇપ વડે 15 જેટલા ફટકા ઝીંકી દીધા હતા.

ઘટનાસ્થળે પોલીસ કર્મચારીની હાજરી હોવા છતાં હુમલાખોરો બેફામ બનીને અત્યાચાર ગુજારતા રહ્યા હોવાનો આ વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકોનો આક્રોશ વધતાં આખરે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આ ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે કે નહીં અને કોઈ ફરિયાદ નોંધાઈ છે કે નહીં, તે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી હતી.

વીડિયોમાં એક યુવક જમીન પર પડેલો દેખાય છે, જે પોતાના બચાવ માટે હાથ ઊંચા કરી રહ્યો છે. સાદા કપડાંમાં રહેલા બે શખસ પાઇપ અને લાકડી વડે સતત યુવકને માર મારતા નજરે પડે છે.

યુવક પર હુમલો થઈ રહ્યો હોય છે તે જ સમયે ખાખી વર્દી પહેરેલો એક પોલીસ કર્મચારી સ્થળ પર આવે છે અને હાથના ઈશારાથી પરિસ્થિતિને નિયંત્રિત કરવાનો કે રોકવાનો પ્રયાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *