અમેરિકાએ મિડલ-ઈસ્ટમાં દૂતાવાસોને એલર્ટ મોકલ્યું

મિડલ-ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. અમેરિકાએ વિસ્તારમાં હાજર પોતાના દૂતાવાસો અને નાગરિકો માટે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકાના વિદેશ વિભાગે લોકોને વધુ સતર્ક રહેવા કહ્યું છે.

આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો કેમ્પ ડેવિડ પ્રવાસ એક દિવસ વહેલો પૂર્ણ કરીને શનિવારે સાંજે વ્હાઇટ હાઉસ પરત ફર્યા. ટ્રમ્પના વહેલા પરત ફરવાનું કારણ વ્હાઇટ હાઉસે જણાવ્યું નથી.

બીજી તરફ, રશિયા ટુડેના અહેવાલ મુજબ, અમેરિકન B-1B લાન્સર બોમ્બરે બ્રિટનના RAF ફેરફોર્ડ એરબેઝ પરથી ફુલ આફ્ટરબર્નર સાથે ઉડાન ભરીને મિડલ-ઈસ્ટ તરફ પ્રયાણ કર્યું છે.

ઈરાનના પ્રેસ ટીવીએ પણ ઉત્તર-પૂર્વી સીરિયાના અલ-હસકાહમાં ખારાબ અલ-જીર એરબેઝ નજીક એર ડિફેન્સની ગતિવિધિની માહિતી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *