જમનાવડ ગામમાં સ્વચ્છતા અભિયાન હેઠળ કચરાપેટીઓનું વિતરણ

ધોરાજીના જમનાવડ ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા અને સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ અભિયાન હેઠળ ગામમાં કચરાપેટીઓનું વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામમાં સ્વચ્છતા જાળવવાનો અને કચરાના યોગ્ય નિકાલ અંગે ગ્રામજનોમાં જાગૃતિ લાવવાનો હતો. ગામના વિવિધ વિસ્તારોમાં કચરાપેટીઓ વહેંચીને લોકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ હતી.

આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું કે સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર ગામના સંકલ્પને સાકાર કરવા માટે ગ્રામજનોનો સહયોગ જરૂરી છે. તેમણે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવાના પ્રયાસો ચાલુ રાખવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો.‘સ્વચ્છ જમનાવડ – સુંદર જમનાવડ’ના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનોનો સારો સહયોગ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *