રાજકોટમાં વૃદ્ધ દંપતીને રાત્રે પોણા ત્રણ વાગ્યે ડિજિટલ અરેસ્ટ કરાયું

રાજકોટ પોલીસે એક વૃદ્ધ દંપતીને સાયબર ગઠીયાઓની ડિજિટલ એરેસ્ટ ચુંગાલમાંથી મુક્ત કરાવી તેમની સાથે થતા લાખો રૂપિયાના ફ્રોડને અટકાવી દીધું. જેમાં સાયબર ગઠિયાઓ દ્વારા વૃધ્ધ દંપતીને અડધી રાત્રે 2.40 વાગ્યે ફોન કરી TRAI અને EDના અધિકારીની ઓળખ આપી ડરાવી ધમકાવી તમારા બેન્ક એકાઉન્ટમાં 2 કરોડના ફ્રોડ પૈકી રૂપિયા 25 લાખ ટ્રાન્સફર થયા છે માટે તમને સર્વેલન્સમાં રાખી ડિજિટલ એરેસ્ટ કરી તપાસ અને પુછપરછ કરવામાં આવશે જો કે ચાર કલાક ડિજિટલ એરેસ્ટ રહ્યા બાદ અચાનક વૃદ્ધને હિંમત આવતા રાજકોટ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા તાત્કાલિક પોલીસે વૃધ્ધ દંપતીના ઘરે પહોંચી તેમને ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત તેમના સાથે લાખો રૂપિયાના ફ્રોડ થાય તે પહેલા જ સમજણ આપી મોટું ફ્રોડ થતા બચાવ્યું હતું.

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર રહેતા 75 વર્ષીય વૃદ્ધને રાત્રીના 2.46 વાગ્યે એક ફોન આવ્યો હતો જેમાં સામેની વ્યક્તિએ પોતાની ઓળખ TRAIના અધિકારી તરીકે આપી પોતાનું નામ પ્રીતિ વર્મા જણાવ્યું હતું. થોડી વાર વાતચીત કરી બાદમાં પોતાના ઉપલી અધિકારીને ફોન આપવાનું કહી બીજા કોઈ પુરુષને ફોન આપ્યો હતો. આ પછી તેને બીજા નંબરમાંથી વિડીયો કોલ કર્યો હતો જેમાં તેમનો ચહેરો ન હતો દેખાતો પરંતુ તેમને અમને બન્ને દંપતીને બાજુ બાજુમાં ખુરશીમાં બેસી જવા કહ્યું હતું. બાદમાં આધાર કાર્ડ ચેક કર્યું હતું અને પછી આધાર કાર્ડના ઉપયોગ થકી બેન્ક એકાઉન્ટ ખુલ્લી ગયું છે જેમાં 2 કરોડનું ટ્રાન્ઝેક્શન ફ્રોડ થયું છે. આ મોટો કેસ છે કહી તમને 3 થી 9 દિવસ સુધી સર્વેલન્સમાં રાખવામાં આવશે કહી ધમકાવ્યા હતા.

મુંબઈ લઈ જવાનું કહી ધમકાવવામાં આવ્યા સામેની વ્યક્તિએ ખોટી રીતે વૃઘ્ધને ડરાવવા માટે ગાડીમાંથી મારી રિવોલ્વર લઇ આવ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને હવે તમે ડિજિટલ એરેસ્ટ છો. ઘરના દરવાજા લોક કરી દયો, ફોન ચાર્જિંગમાં લગાવીને સતત વિડીયો કોલ ચાલુ રાખો, કોઈ કામ વાળાને પણ ઘરમાં પ્રવેશ આપવાનો નથી, કોઈને ફોન કોલ કરવાના નથી કહી ધમકાવવામાં આવ્યા હતા. આ પછી સર્વેલન્સમાં તમારી પુછરપચ શરૂ થશે અને બાદમાં મુંબઈ પણ લઇ જવામાં આવશે મોટા ફ્રોડ રકમ કેસમાં તમને જેલ પણ થઇ શકે છે. જેલમાં કોઈ સેટી પલંગ પાંખો જેવી કોઈ સુવિધા મળશે નહીં. તમારા એકાઉન્ટમાં આવેલા 25 લાખ રૂપિયા તમારા આપવા પડશે કહી સાયબર ગઠિયાઓએ રૂપિયા 25 લાખ મેળવવા માટે ધીમે ધીમે દબાણ શરૂ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *