AI કંપની એન્થ્રોપિકના વડા ડેરિયો અમોડેઈએ AI મોડલ્સ વિકસાવવાની ગતિ ધીમી કરવા અને તેની કડક મોનિટરિંગની જરૂરિયાત જણાવી છે.
અમોડેઈએ તેમના નવા નિબંધ ‘વી મસ્ટ પેસ ધ ફ્રન્ટિયર’માં જણાવ્યું કે AIના જોખમો ગંભીર છે અને કંપનીઓ તથા સરકારોને તેનો સામનો કરવા માટે સમય જોઈએ છે.
આ મુદ્દે ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન અને XAIના માલિક ઇલોન મસ્કે પણ તેમનું સમર્થન કર્યું છે.
બીજી તરફ હાલમાં એન્થ્રોપિક છોડી ચૂકેલા એક રિસર્ચરે ચેતવણી આપી હતી કે જો ગતિ ધીમી કરવામાં નહીં આવે, તો આગામી બે વર્ષમાં માનવ અસ્તિત્વ પર સંકટ આવી શકે છે.
ડેરિયો અમોદેઈએ કહ્યું છે કે AI મોડલ્સના વિકાસની ગતિ ધીમી કરવી જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ AIના રિસર્ચ કે તાલીમને સંપૂર્ણપણે રોકવાના પક્ષમાં નથી, પરંતુ તેમનો ઉદ્દેશ્ય છે કે કંપનીઓ પોતાના મોડલ્સને સુરક્ષિત અને સુમેળભર્યું કરવા માટે પૂરતો સમય લે. અમોદેઈએ કંપનીઓ અને સરકારોને અપીલ કરી છે કે તેઓ સુરક્ષા ધોરણોની તપાસ કર્યા પછી જ આગળના પગલાં ભરે.