ઉપલેટા શહેરમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગોંડલ સ્ટેટ ઉપરાંત હેરિટેજ ટાવર બિલ્ડીંગ નજીકના ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળો પૂર્ણ થયાને પણ એક અઠવાડિયું વીતી જવા છતાં ત્યાં સફાઇના નામે કશી જ કામગીરી થઇ નથી.
જે તે વખતે દોડાદોડી કરીને મેળાની મંજૂરી લેવા દોડાદોડી કરનારા મેળાના આયોજકો કે સંચાલકો કે પછી કોન્ટ્રાક્ટર ડોકાતા જ નથી. મેળાના આયોજકો તથા કોન્ટ્રાક્ટરો મતભેદ સાથે ક્રિકેટ ગ્રાઉન્ડની સ્થિતિ ખંડેર જેવી થઈ ગઈ હોવાનું ખેલાડીઓએ ફરિયાદ કરી છે.
ગાયોના લાભાર્થે મેળો યોજવાની જાહેરાત કરી આયોજકો હવે ગાયબ ઉપલેટાના જાગૃત નાગરિકોએ રોષભેર જણાવ્યું છે કે, આ મેદાન ગાયના લાભાર્થે મેળો યોજવા ઉપયોગમાં લેવાયું છે. જ્યારે અન્ય કોઇ વ્યક્તિ ધાર્મિક કાર્યો માટે મેળાનું મેદાન માગે તો ના પાડી દેવામાં આવે છે. મેળાના આયોજનો બાદ સમારકામ કે સફાઇકામ ન થતાં મેદાન સતત દૂષિત અને ખંડેર બની રહ્યું છે.
આ મેદાન ગોંડલ સ્ટેટના મહારાજા ભગતસિંહજી દ્વારા આપવામાં આવ્યું અને તેનું યોગ્ય સંભાળ રાખવું આવશ્યક છે, તેના બદલે તેને યથાવત છોડી દેવામાં આવ્યું છે.આથી અહીં રમવા આવતા ખેલાડીઓમાં નારાજગી છવાઇ છે. તેમણે પાલિકાને આયોજનના નિયમોને અમલમાં લાવવાની અને મેદાનના સમારકામ માટે ઝડપી પગલાં લેવા અપીલ કરી છે.