રાજકોટ રેલવે સ્ટેશન પર બે દિવસ પૂર્વે 18 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયા બાદ અન્ય ફરાર થઈ ગયો હતો. જોકે મુખ્ય સૂત્રધાર ટ્રેનમાં બેસી પોતાના વતન યુ.પી. જાય તે પહેલાં જ પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી લીધી હતી. જ્યારે અન્ય બનાવમાં હડમતીયા ગોલીડા ગામે મકાન માલિકે પોતાના ઘરમાં રહેલી અનાજની કોઠીમાં સોનાના દાગીના રાખ્યા હતા. તે રૂ.2.75 લાખના દાગીના ચોરાઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ
રાજકોટ રેલ્વે LCB ટીમે ત્રણ દિવસ પૂર્વે જ રેલવે સ્ટેશન પરથી 18 કિલોથી વધું ગાંજાનો જથ્થા સાથે છતીશગઢના શખ્સને પકડી રૂ.9.43 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે એક શખ્સ નાસી જવામાં સફળ રહેતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન રેલવે એલસીબી ટીમે વતન નાસી જવાની પેરવીમાં રહેલા યુપીના શખ્સને પણ ઝડપી પાડ્યો છે.રાજકોટ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં.1 પર વાંકાનેર તરફના છેડા પાસેથી શંકાસ્પદ વજનદાર ટ્રોલી બેગો સાથે કર્મવીર પાટીલની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ફરાર અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી હતી. જે દરમિયાન અન્ય આરોપી હર્ષસિંહ લલકસિંહ (ઉ.વ.25, રહે.યુપી) ટ્રેન મારફતે જ વતન યુપીમાં જવાનો છે તેવી બાતમી રેલવે એલસીબી ટીમને મળતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.