રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં ચૂક

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી છે. રવિવારે(6 સપ્ટેમ્બર) સવારની ફ્લાઈટમાં આર્મીના જવાન રાજકોટ એરપોર્ટ પર આવી રહ્યા હતા, તે દરમિયાન તેને તેડવા માટે તેના બે ભાઈઓ પહોંચ્યા હતા. બંને આધેડ વ્યક્તિઓ D-3 ડિપાર્ચર ગેટને ધક્કો મારી અંદર ઘૂસી ગયા હતા. જોકે તે સમયે ત્યાં હાજર સુરક્ષા જવાનોએ બંનેને અટકાવ્યા હતા અને અંદર આવવાનું કારણ પૂછતાં તેમણે પોતાના ભાઈને તેડવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે આ બંને વ્યક્તિની પૂછપરછ બાદ તેઓને એરપોર્ટ પોલીસને સોંપ્યા હતા.

ભાઈને લેવા આવેલા બે ભાઈ D -3 ડિપાર્ચર ગેટમાંથી અંદર ઘૂસી ગયા એરપોર્ટ ઓથોરિટીમાંથી મળતી વિગત મુજબ, રાજકોટ એરપોર્ટ પર તા.6 સપ્ટેમ્બરના સવારે 9.30 વાગ્યા આસપાસ ફલાઈટમાં આર્મીના જવાન આવી રહ્યા હતા જેને તેડવા માટે તેમના બંને ભાઈઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જોકે તેઓ ત્યાં એરપોર્ટ ટર્મિનલની બહાર ઊભા રહેવાને બદલે D -3 ડિપાર્ચર ગેટમાંથી અંદર ઘૂસી ગયા હતા. જેથી CISF ના જવાનોએ બંનેને અટકાવી દીધા હતા.

અમને ખ્યાલ ન હતો કે આ રીતે એરપોર્ટમાં અંદર ન આવી શકાય’ જે પછી બંને વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે, અમે અમારા ભાઈને તેડવા માટે અહીં આવ્યા હતા અને અમને ખ્યાલ ન હતો કે આ રીતે એરપોર્ટમાં અંદર ન આવી શકાય. જે બાદ બંનેને એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યા હતા. અગાઉ જૂના એરપોર્ટમાં એક રિક્ષા હવાઈ અડ્ડા પર બેરીકેડ તોડી હવાઈ જહાજ સુધી પહોંચી ગઈ હતી અને હવે નવા એરપોર્ટ પર આ પ્રકારની ઘટના બનતા ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *