રાજકોટ રેલવે સ્ટેશન પરથી 9.23 લાખના 18.467 કિલો ગાંજા સાથે એક ઝડપાયો, મુખ્ય સૂત્રધાર ફરાર

રાજકોટ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પરથી 6 સપ્ટેમ્બરના રોજ 25 વર્ષીય કર્મવીર પાટીલ નામના શખ્સને રૂ.9.23 લાખ રૂપિયાની કિંમતના 18.467 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે પશ્ચિમ રેલવે રાજકોટ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો.

ગાંજાની ડિલિવરી કરીશ તો 20 હજાર મળશે આ સમગ્ર મામલે રેલવે પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અંતર્ગત 25 વર્ષીય કર્મવીર પાટીલ તેમજ 25 વર્ષીય હર્ષસિંહ લલકસિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા પોલીસે ડ્રગ્સની સપ્લાય ચેઇન સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા આરોપી કર્મવીરની એક માસ બાદ સગાઈ છે અને તેના માટે જ પૈસાની જરૂર હતી. જે દરમિયાન હર્ષસિંહે માદક પદાર્થના જથ્થાની ડિલિવરીમાં સાથ આપશે તો 20 હજાર મળશે તેવું કહેતા યુવાન તેની સાથે જોડાયો હતો. જોકે ગાંજાની ડીલીવરી કરે તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

પશ્ચિમ રેલવે રાજકોટ ઇન્ચાર્જ DYSP એચ. એમ. રાણાએ જણાવ્યું હતું કે, રાજકોટ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રાજકોટ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 વાંકાનેર તરફના છેડા પાસે બે વ્યક્તિ તેમની ટ્રોલી બેગ સાથે હાજર જોવા મળ્યા હતા. પોલીસ તેમની પાસે પહોંચે તે પૂર્વે જ એક વ્યક્તિ પોલીસને જોતા ત્યાંથી નાસી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *