અમેરિકાના મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે એક બોઇંગ કાર્ગો પ્લેન લેન્ડિંગ પછી રનવે પરથી બહાર નીકળી ગયું.
આ દરમિયાન પ્લેન ઘણી ગાડીઓ સાથે અથડાયું અને તેમાં ભીષણ આગ લાગી ગઈ. અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા, જ્યારે અન્ય 5 ઘાયલ થયા છે. તેમાંથી 3ની હાલત ગંભીર છે.
CNNના રિપોર્ટ અનુસાર અકસ્માત સ્થાનિક સમય અનુસાર રવિવારે બપોરે લગભગ 2 વાગ્યે થયો. આ પ્લેન એમેઝોનના પ્રાઇમ એર નેટવર્ક માટે સંચાલિત થઈ રહ્યું હતું.
વિમાન પ્યુર્ટો રિકોના લુઈસ મુનોઝ મારિન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરીને મિયામી પહોંચ્યું હતું.