ધોરાજી સિટી પોલીસે ખોવાયેલા સોના-ચાંદીના ઘરેણાં શોધીને તેના મૂળ માલિકને પરત કર્યા છે. “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી.
એક નાગરિક પોતાના આશરે દોઢ લાખ રૂપિયાની કિંમતના ઘરેણાં લઈને કામ અર્થે બહાર ગયા હતા. જ્વેલર્સની દુકાન પાસે ઘરેણાં ભરેલી બેગ ક્યાંક પડી ગઈ હતી. ઘરે પરત ફર્યા બાદ બેગ ન મળતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
ધોરાજી સિટી પોલીસે “હોક આઈ” અને વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરાની મદદથી તપાસ શરૂ કરી. કેમેરા ફૂટેજના આધારે ઘરેણાં લઈ જનાર વ્યક્તિની ઓળખ થઈ. પોલીસે બે સોનાના મંગળસૂત્ર શોધી કાઢ્યા.
આશરે 1,50,000 રૂપિયાની કિંમતના આ ઘરેણાં મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.આર. પટેલ, એએસઆઈ મહેશભાઈ રૈયાભાઈ અને અન્ય પોલીસ કર્મચારીઓ સામેલ હતા.