ગુજરાતમાં ચોમસાનું આગમન થયાને 63 દિવસ વિતી ચૂક્યા છે. તેમ છતા 17 જિલ્લામાં હજી પણ 3 થી લઈ 87 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. સૌથી ખરાબ હાલત દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છની છે.
ખેતરોમાં ઉભા પાક મૂરઝાતા અને કૂવા તળિયાઝાટક જોવા મળ્યા. ખેડૂતો આપવીતી જણાવતા રડી પડ્યા અને કહ્યું- ખેડૂતોને કંઈ ઉપજ થાય તેમ ન હોવાના કારણે હવે તો કોઈ ઉધારમાં માલ પણ નથી આપતું. ખેડૂતોને પોતાની સાથે સાથે પશુઓના ઘાસચારાની પણ ચિંતા સતાવા લાગી છે.
ચોમાસાના બાકી રહેલા દિવસોમાં પણ જો વરસાદ ન વરસે તો ખેડૂતોની આવક પર આધારિત ગ્રામીણ અર્થતંત્રને પણ માઠી અસર પડી શકે. મગફળી સહિતના ઉત્પાદનમાં ઘટાડો થાય તો તેલ સહિતના ભાવમાં વધારો પણ થઈ શકે.
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના ડેમમાં હજી પણ 50 ટકા કરતા ઓછો જળસંગ્રહ થયો હોય જો વરસાદ ન આવે તો આગામી દિવસોમાં આ જિલ્લાઓમાં પીવાના પાણીનો પ્રશ્ન પણ ઉભો થવાની ભીતિ છે.