વિંછીયા તાલુકાના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નો શુભારંભ થયો છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે આ ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવનો મુખ્ય હેતુ ગ્રામ્ય કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે વિશાળ બજાર પૂરું પાડવાનો તેમજ ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવાનો છે
ઉત્સવમાં હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રી, ઘર સજાવટની વસ્તુઓ, ખાદ્ય ઉત્પાદનો અને વિવિધ કલાત્મક વસ્તુઓના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ સ્ટોલ દ્વારા સ્થાનિક કલા અને કારીગરીને પ્રોત્સાહન મળી રહ્યું છે.