નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરથી નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. સવારે 9 વાગ્યે ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવ્યો જેમાં ઘણા વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા.
નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયાના સમાચાર છે. નેપાળના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર 1000થી વધુ લોકો ગુમ છે. તેમાં 133 ભારતીયો સહિત 300થી વધુ વિદેશી પર્યટકોનો સમાવેશ થાય છે.
નેપાળી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફરી એકવાર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે જે ગ્લેશિયલ તળાવ ફાટવાથી અચાનક પૂર આવ્યું હતું, ત્યાં હજુ પણ લગભગ 7 મીટર ઊંચો પાણીનો બંધ બનેલો છે. તે ગમે ત્યારે તૂટી શકે છે.