સાઉથ આફ્રિકાની T20 ક્રિકેટ લીગે તેની ચોથી સીઝનમાં સાઉથ આફ્રિકાના GDPમાં 406 મિલિયન ડોલરનું યોગદાન આપ્યું. લીગના આયોજકો દ્વારા મંગળવારે જાહેર કરાયેલા આર્થિક આંકલનમાં આ માહિતી સામે આવી.
માહિતી અનુસાર, ટુર્નામેન્ટથી 9,470 નોકરીઓનું સર્જન થયું અથવા તેમને ટેકો મળ્યો. લીગની ચોથી સીઝને પાછલી સીઝનની સરખામણીમાં GDPમાં 23% વધુ યોગદાન આપ્યું. એટલું જ નહીં, આ સીઝનની 22 મેચ હાઉસફુલ રહી હતી.
સીઝન-3માં સીધો ખર્ચ 112 મિલિયન ડોલર હતો, જે ચોથી સીઝનમાં વધીને 137 મિલિયન ડોલર થયો. SA20નું GDPમાં કુલ યોગદાન વાર્ષિક ધોરણે 23% વધ્યું છે.
આ સીઝનમાં ટુર્નામેન્ટમાંથી ઘરેલું આવક 106 મિલિયન ડોલર રહી. એક વર્ષ પહેલાં આ આંકડો 87 મિલિયન ડોલર હતો.
34માંથી 22 મેચમાં સ્ટેડિયમ સંપૂર્ણ ભરાયા
લીગ જોવા આવનારા દર્શકોની સંખ્યા પણ ગત સીઝનની સરખામણીમાં 13% વધી. લીગના 6 શહેરોમાં રમાયેલી 34 મેચમાંથી 22માં સ્ટેડિયમમાં સીટો ભરેલી હતી.