ફાયનાન્સ પેઢી ધરાવતા મહિલા સાથે ઠગાઈ

રાજકોટના પંચનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા અને ‘શુભમ એન્ટરપ્રાઈઝ’ નામે ગોલ્ડ લોનની ફાયનાન્સ પેઢી ધરાવતા મહિલા ભાવનાબેન કલ્પેશભાઈ જોષી સાથે ગોલ્ડ લોન ટ્રાન્સફર કરાવવાના નામે રૂ.6.15 લાખની છેતરપિંડી આચરી નાસી છૂટનાર મિત હાથી અને હર્ષિત ચૌહાણની પોલીસે ગણતરીની કલાકમાં ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગોલ્ડ લોન ટ્રાન્સફર કરવાના નામે રૂ.6.15 લાખ રોકડ પડાવી રાજકોટમાં ગત તારીખ 10 ઓગસ્ટના રોજ આરોપી મીત હિતેષભાઈ હાથી અન્ય એક વ્યક્તિ સાથે ફરિયાદી ભાવનાબેનની ઓફિસે આવ્યો હતો ત્યારબાદ 17 ઓગસ્ટના રોજ ભાવનાબેનની ઓફિસે આવી પોતાની ‘દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝ’ ખાતે ચાલતી ગોલ્ડ લોન વધુ વ્યાજદરના કારણે અહીં ટ્રાન્સફર કરાવવાની વાત કરી આરોપીએ પોતાની ઓળખ માટે આધારકાર્ડ અને ફોટો પણ રજૂ કર્યા હતા. તેમને વધુમા જણાવ્યું હતું કે, જો રૂ.6.15 લાખ રોકડા મળે તો જૂની પેઢીમાંથી સોનું છોડાવી નવી લોનની પ્રોસેસ કરી શકે જેથી ભાવનાબેને વિશ્વાસ રાખી પોતાના વેલ્યુઅર જતીનભાઈ રાજપરા સાથે રૈયા ચોકડી ખાતે મીત હાથીને મળ્યા હતા.

આ પછી આરોપી તેમને રામાપીર ચોકડી નજીક ફાયર સ્ટેશન પાસે આવેલી ‘અનુજ ફાર્મા’ નામની દુકાને લઈ ગયો હતો ત્યાં હાજર મીતના મિત્ર હર્ષિત ધર્મેન્દ્રભાઈ ચૌહાણને ભાવનાબેને સોનું છોડાવવા માટે રૂ.6.15 લાખ રોકડા આપ્યા હતા. હર્ષિત નાણાં લઈને સોનું લેવા ગયો પરંતુ થોડીવાર પછી સોનું લીધા વિના ખાલી હાથે પરત ફર્યો હતો જેથી ભાવનાબેને પોતાના નાણાં પરત માંગતા જ બંને આરોપીઓ બહાનું બનાવી નજર ચુકવીને પોતાના સ્કૂટર પર સવાર થઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *