દિલ્હી મેટ્રોમાં CISF જવાને છોકરીની તસવીરો ખેંચી

દિલ્હી મેટ્રોનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો CISFના જવાન સાથે ઝપાઝપી કરતા જોવા મળી રહ્યા છે. લોકો તેનો ફોન છીનવી લે છે. કેટલાક લોકો કોલર પકડીને ખેંચતા પણ જોવા મળ્યા.

ખરેખરમાં, વીડિયોમાં દેખાઈ રહેલી છોકરીએ આરોપ લગાવ્યો છે કે CISF જવાને છુપાઈને તેના ફોટા લીધા હતા. જ્યારે તેણે જવાનને પૂછ્યું તો તેણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો.

જોકે, ફોનની તપાસ કરતા તેમાં છોકરીના ઘણા ફોટા મળ્યા. જ્યારે છોકરીએ ફોટા ડિલીટ કરવાનું કહ્યું, ત્યારે હોબાળો વધી ગયો.

મેટ્રોમાં મુસાફરી કરી રહેલા લોકોએ જવાન પાસેથી તેનો ફોન છીનવી લીધો. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે જવાને મુસાફરો પર બંદૂક તાણી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *