રાજકોટના આહીર ચોક પાસેના નહેરુનગરની શેરી નંબર 8માં બાબુભાઈ સવસેતાએ પોતાના એકના એક દીકરાની ઉંઘમાં જ હથોડાના ઘા ઝીંકી હત્યા કરી છે.
અવારનવાર પારિવારિક ઝઘડામાં થતી બોલાચાલીનો ખાર રાખી પુત્ર રામનો જીવ લઈ લીધો. ત્યારબાદ પિતાએ જાતે જ ફોન કરીને પોલીસ બોલાવી હતી. આમ રક્ષાબંધનના 15 દિવસ પહેલાં જ ત્રણ બહેનોએ ભાઈ ગુમાવ્યો છે.
આ બનાવ અંગે જાણ થતા ભક્તિનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં છેલ્લા થોડા સમયથી મૃતક યુવાનની માતા રિસામણે હોવાથી પિતા-પુત્ર બંને ઘરે એકલા રહેતા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે હત્યાનો ગુનો નોંધી પિતાની અટકાયત આ બનાવની જાણ થતા DCP કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને FSLની પણ મદદ લઇ ભક્તિનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી આરોપી પિતાની અટકાયત કરી છે.