રાજકોટમાં બાંધકામના ધંધાર્થીનો આપઘાત, પત્ની સહિત 6 સામે ફરિયાદ

રાજકોટના ઓમનગર સર્કલ પાસે આવેલી મુરલીધર શેરીમાં રહેતા અને બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા પાર્થ પિત્રોડા નામના યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતકની બહેન શીતલબેન રાઠોડની ફરિયાદના આધારે તાલુકા પોલીસે મૃતકની પત્ની, સાસુ, સસરા, સાળી, સાઢુ અને કથિત પ્રેમી સહિત 6 શખ્સો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા (મરવા મજબૂર કરવા) નો ગુનો નોંધ્યો છે.

સુસાઇડ નોટમાં પત્ની-સાસરિયાં પર ગંભીર આક્ષેપો મૃતક પાર્થ પિત્રોડાએ આપઘાત કરતા પહેલાં લખેલી લાંબી સુસાઇડ નોટમાં પોતાનું દર્દ વ્યક્ત કરતા લખ્યું હતું કે, મારા મેરેજને 7 વર્ષ થયા છે, મારે અને જાનકીને કઈપણ થયું હોય તો સસરા આવીને અને તેડી જતા. 7 વર્ષમાં 6 વાર તેડી ગયા છે અને હવે મારા સસરા બધા માથાભારે માણસો પાસે ફોન કરાવે, હું જાનકીને જ લવ કરતો હતો એટલે હું એને ભુલી શકતો ન હતો. જાનકીને છેલ્લા 2 વર્ષથી લફડા હતા અને છેલ્લે યોગેશ સોલંકીને કોન્ફર્નસમાં રાખી કહ્યું કે, તું ડિવોર્સ આપ બાકી તને મારી નાખીશ.

મેં બધી ટ્રાય કરી કે જાનકી જે હોય એ, તું આવી જા પણ મારા સાળાને મને બહું જ હેરાન કરવો તો, છેલ્લે જાનકી બોલી તું મરી જા, મારૂં નામ લખતો જાજે. મને કાંઈ જ નહી થાય. મારા સસરા પણ સાથે હતા. એ પણ બોલ્યા કે, તું મરી જા અમને કાંઇ જ નહીં થાય. જાનકીને અનહદ લફડા હતા, તો પણ હું મારા પ્રેમને લીધે એની પાછળ જ રહેતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *